જેદ્દાહ: IPL-2024 માટે યોજાયેલા ઓક્શનના બીજા દિવસે વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો છે. 13 વર્ષની ઉંમરે IPLમાં એન્ટ્રી કરનાર વૈભવ સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. રાજસ્થાન રોયલ્સે તેને 1.10 કરોડમાં ખરીદ્યો છે. વૈભવની બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી.હરાજી માટે જ્યારે બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું નામ સામે આવ્યું ત્યારે તેને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખેંચમખેંચ થઈ હતી. જો કે 1.10 કરોડ રૂપિયાની છેલ્લી બોલી રાજસ્થાનની ટીમે લગાવી હતી. અહીં દિલ્હીએ હાર સ્વીકારી અને રાજસ્થાનની ટીમ જીતી ગઈ. હવે વૈભવ સૂર્યવંશી IPL 2025ની સિઝનમાં સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાનની ટીમ તરફથી રમશે.