વોશિંગ્ટનઃ રશિયા અને યુક્રેનની વચ્ચે વધતા તણાવને લઈને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને અમેરિકી સેનાને પૂર્વ યુરોપમાં મોકલવાની તૈયારી દાખવી છે. તેમણે કહ્યું હતું કે તેઓ ઓછી સંખ્યામાં આર્મીને ઇસ્ટર્ન યુરોપ મોકલશે. તેમનું આ નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે અમેરિકી જનરલ માર્ક માઇલીએ કહ્યું હતું કે રશિયાની સાથે યુદ્ધમાં જવાનું પરિણામ બંને પક્ષો માટે ખતરનાક સાબિત થશે. આ પહેલાં NATOએ યુક્રેન પર રશિયાની સંભાવિત સેનાની કાર્યવાહીની આશંકાને ધ્યાનમાં રાખતાં પૂર્વ યુરોપમાં સેનાઓને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ચાલી રહેલા ટેન્શનને લઈને ચેતવણી ઉચ્ચારી હતી કે કોઈ પણ સેનાની અથડામણને કારણે મોટું નુકસાન થશે.
બીજી બાજુ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનની સાથે વાત કરતાં રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું હતું કે રશિયાની મૌલિક ચિંતાઓ બાકી છે, કેમ કે ક્રેમિલને કહ્યું હતું કે પશ્ચિમી દેશોના મહત્ત્વના સવાલો સામે આંખ આડા કાન કર્યા છે.
યુક્રેન સંકટને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધતું જઈ રહ્યું છે. યુક્રેન બોર્ડર પર રશિયાના સૈનિકોની તહેનાતી પછી અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી હતી. કે રશિયા યુક્રેન પર હુમલો કરવા તૈયાર છે અને એ મધ્ય ફેબ્રુઆરીમાં હુમલો કરી શકે છે. જોકે ફ્રાંસના રાષ્ટ્રપતિની સાથે વાતચીતમાં રશિયાએ યુક્રેનની સામે કોઈ પણ સેનાની કાર્યવાહીની યોજનાનો ઇનકાર કર્યો હતો.