કેનેડામાં કોવિડ-વિરોધને પગલે PM ટ્રુડો ગુપ્તવાસમાં

ઓટ્ટાવાઃ કેનેડાના સરકારે લાગુ કરેલા કોરોનાવાઈરસ નિયંત્રણોની વિરુદ્ધમાં આ પાટનગર શહેરમાં પ્રચંડ વિરોધ ઊભો થતાં દેશના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એમના પરિવારજનો સાથે અત્રેનું નિવાસસ્થાન છોડીને કોઈક ગુપ્ત સ્થળે ચાલ્યા ગયા છે, એમ સીબીસી અહેવાલમાં જણાવાયું છે.

સુરક્ષાને લગતી ચિંતા ઊભી થયા બાદ વડા પ્રધાન ટ્રુડો ઓટ્ટાવા શહેરમાં એમના વતન ‘રીડો કોટેજ’ને છોડીને કોઈક અજ્ઞાત સ્થળે જતા રહ્યા છે. વિરોધ-દેખાવોના કેન્દ્રસ્થળથી ‘રીડો કોટેજ’ નિવાસસ્થાન માત્ર ચાર કિલોમીટર જ દૂર આવેલું છે. ટ્રુડોના એક સંતાનને કોરોના થયો છે. તેઓ એના ગાઢ સંપર્કમાં રહ્યા હતા એટલે તે બંને જણ હાલ આઈસોલેશનમાં છે.