ભૂલકાંઓ માટે કોરોના-રસી: ફાઈઝર, બાયોએનટેકે માગી પરવાનગી

ન્યૂયોર્કઃ અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીઓ – ફાઈઝર અને બાયોએનટેક – એ છ મહિનાથી લઈને ચાર વર્ષની વચ્ચેની વયનાં બાળકોમાં એમની કોરોનાવાઈરસ-વિરોધી રસીનો તાકીદની પરિસ્થિતિમાં ઉપયોગ કરવા દેવા (ઈમર્જન્સી યૂઝ ઓથોરાઈઝેશન) માટે અમેરિકન સરકાર પાસે પરવાનગી માગી છે. જો પરવાનગી મળી જશે તો અમેરિકા અને દુનિયામાં પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકો માટેની આ પહેલી કોરોના-વિરોધી રસી બનશે.

બંને કંપનીએ યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ને આ માટે વિનંતી કરી છે. કંપનીઓએ એક નિવેદનમાં કહ્યું છે કે આ ઉંમરનાં બાળકોનું જાહેર આરોગ્ય સંભાળવાની તાકીદે જરૂર છે.