સાઉદી અરેબિયામાં પરિવર્તનનો પવનઃ ઝંડો, રાષ્ટ્રગીત બદલાશે

દુબઈઃ વર્ષ 2022નો પ્રારંભ થતા વિશ્વમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. ભારતમાં એક તરફ પ્રગતિના પંથે છે, ત્યારે પાકિસ્તાન ચીનનું નવું ગુલામ બની ગયું છે. બીજી બાજુ કટ્ટરપંથી મનાતા સાઉદી અરેબિયામાં નવા સુધારાને પગલે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં સુધારામાં સાઉદી અરેબિયામાં નવો ઝંડો લહેરાશે અને નવું રાષ્ટ્રી ગીત ગવાશે.

સાઉદી અરેબિયામાં લોકો નાગરિક અધિકારોની વાત કરી રહ્યા છે. મહિલાઓ ખુલ્લી હવામાં ફરવા અને કામ કરવા માટે સ્વતંત્ર છે. સાઉદીમાં રહેતા લોકો હવે મનોરંજન કરી શકે છે. તેઓ ફિલ્મ અને મ્યુઝિકનો આનંદ પણ લઈ શકે છે. જોકે કેટલાક સમય પહેલાં સાઉદી અરેબિયામાં આવું વિચારવું પણ ગુનો માનવામાં આવતો હતો. બીજી બાજુ, પાકિસ્તાનમાં કટ્ટરપંથી સંસ્થાઓ સામાન્ય જનજીવન પર અંકુશ લગાવી રહી છે. પાક સરકારની સમાંતર મુલ્લાઓની સરકાર પાકિસ્તાન પર રાજ કરી રહી છે. એવું કહેવાય છે કે પાકિસ્તાનમાં એક-બે નહીં, પણ ચાર-ચાર સરકાર છે.

સાઉદી અરેબિયાના સરકારી મિડિયા મુજબ સરકારે રાષ્ટ્રગીત અને ધ્વજમાં બદલાવના પક્ષમાં મતદાન કર્યું હતું. વળી, પ્રિન્સના નેતૃત્વમાં દેશમાં અનેક ક્ષેત્રોમાં નવા બદલાવ અને સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમને પિતા શાહ સલમાનનો પૂરો ટેકો મળી રહ્યો છે. શહજાદા એક રાષ્ટ્રીય-સાંસ્કૃતિક ઓળખની સાથે ઇસ્લામને પ્રતિસ્થાપિત કરતાં સાઉદી અરેબિયાની ઓળખને ફરી સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે પૂરી રીતે ધર્મ દ્વારા પરિભાષિત નથી.