બ્રિટન સહિત અનેક દેશોએ કોરોના-નિયંત્રણો ઉઠાવ્યા/હળવા બનાવ્યા

લંડનઃ બ્રિટન, સ્કોટલેન્ડ અને વેલ્સમાં લોકો હવે પબ્સ અને રેસ્ટોરન્ટ્સમાં ઈન્ડોર સાથે બેસીને જમી શકે છે અને એકબીજાને ભેટી પણ શકે છે, કારણ કે બ્રિટિશ સરકારે તેનો સફળ રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યા બાદ કોરોનાવાઈરસ નિયંત્રણોને આ પહેલી વાર મોટા પાયે હળવા કર્યા છે. બ્રિટનમાં છેલ્લા અનેક મહિનાઓમાં આ પહેલી જ વાર બીયર બાર, રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકોને અંદર બેસાડીને જમાડવાની મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે, થિયેટરો, મ્યૂઝિયમ અને કોન્સર્ટ હોલ્સ પણ ફરી ખોલવાની પરવાનગી અપાઈ છે, જોકે દર્શકોની ક્ષમતા વિશે થોડીક મર્યાદા છે.

ઈટાલીએ યૂરોપીયન યૂનિયનમાં પોતાના સભ્ય દેશો, બ્રિટન અને ઈઝરાયલનાં પર્યટકોને કોઈ પણ નિયંત્રણ વિના પ્રવેશવા દેવાની મંજૂરી આપી છે. જોકે એ લોકોએ તેમની તાજેતરનો નેગેટિવ કોરોનાવાઈરસ ટેસ્ટ રિપોર્ટ, રસી લીધાનો પુરાવો આપવો પડશે.

તૂર્કીએ પણ દેશવ્યાપી લોકડાઉન નિયમો હળવા બનાવી દીધા છે. માત્ર વીકનાઈટ, વીકએન્ડ કર્ફ્યૂ ચાલુ રાખ્યો છે. શોપિંગ મોલ્સને સપ્તાહાંતે ચાલુ રાખવા દેવાયા છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યએ કોવિડ-નિયંત્રણોને કામચલાઉ ઉઠાવી લીધા છે. સાઉદી અરેબિયાએ એક વર્ષથી લાદેલો ટ્રાવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. જેમણે કોરોના રસી લીધી હશે અને જો છ મહિનાથી કોરોનાથી સાજા રહ્યા હોય એવા વિદેશી પર્યટકો માટે સાઉદી સરકારે તેની તમામ સરહદો ખોલી દીધી છે. વિદેશી ફ્લાઈટ્સને પેસેન્જરોથી પૂરી ભરેલી આવવા દેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]