વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના પત્ની મેલાનિયા ટ્રમ્પે ગયા જાન્યુઆરીમાં તેઓ વ્હાઈટ હાઉસમાંથી પ્રસ્થાન કરી ગયાં એ પહેલાં જ ખાનગી રીતે એમને કોરોના વાઈરસ-વિરોધી રસી આપવામાં આવી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં એક સલાહકારને ટાંકીને જણાવાયું છે કે, ટ્રમ્પે ગયા જાન્યુઆરીમાં જ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા કે કેમ એની જાણકારી નથી. ટ્રમ્પ અને એમના પત્ની મેલાનિયા અને એમના પુત્ર બેરોનને ગયા વર્ષના અંતભાગમાં કોરોનાનો ચેપ લાગ્યો હતો.
નવા પ્રમુખ જૉ બાઈડન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને ભૂતપૂર્વ ઉપપ્રમુખ માઈક પેન્સે પણ ટીવી કેમેરાઓની સમક્ષ કોરોના રસીના ડોઝ લીધાં હતાં.