કોરોના-રસી ન લેનારને હજ-યાત્રા કરવા નહીં મળે

રિયાધઃ સાઉદી અરેબિયાની સરકારે નક્કી કર્યું છે કે આ વખતે કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને ધ્યાનમાં રાખીને હજ શ્રદ્ધાળુઓ માટે કોરોના-વિરોધી રસી લેવાનું ફરજિયાત કરવું. સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે હજની યાત્રા માટે તમામ લોકો કોવિડ-19 રસી લઈને જ સાઉદી અરેબિયા આવે એ ફરજિયાત રહેશે. જે લોકો આ નિયમનું પાલન નહીં કરે એમને હજ યાત્રા કરવા દેવામાં નહીં આવે.

એક સાઉદી અખબારના અહેવાલ મુજબ, દેશની સરકારે હજની યાત્રા માટે આવવા ઈચ્છતા લોકો માટે કોવિડ-19 રસી લેવાનું ફરજિયાત કરવાની મુખ્ય શરત રાખી છે.