ટોરેન્ટોઃ કેનેડાએ સંપૂર્ણ રીતે કોરોનાની રસી લીધેલા લોકો માટે પોતાની સરહદો ખોલી દીધી છે અને તેમને મંગળવારથી પ્રવાસ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે આ નિર્ણય તાજા આંકડા વૈજ્ઞાનિક પુરાવા અને રોગચાળાની પરિસ્થિતિ પર નિર્ભર છે, એમ દેશની બોર્ડર સર્વિસિસ એજન્સીએ જણાવ્યું હતું. કોરોના રોગચાળાના પ્રારંભના દિવસોથી કેનેડાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના પ્રવેશ માટે પ્રતિબંધ મૂક્યો હતો. જોકે હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ લાંબી ઇમિગ્રેશન પ્રક્રિયા માટે તૈયાર રહેવું જોઈએ, જેમાં કોરોના રોગચાળા સામે સાવચેતી માટે સ્ક્રીનિંગના ઉપાયોને કારણે ત્રણ કલાક કે વધુનો સમય લાગી શકે છે, એમ ગ્રેટર ટોરંટોએરપોર્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં કહ્યું હતું.
અહીં કેનેડામાં પ્રવાસ કરવા માટે સંપૂર્ણ SOP છે.
વળી, કેનેડામાં પ્રવેશતાં પ્રવાસીએ કોરોનાની ગાઇડલાઇન્સનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. |