સરકાર સ્થાપન-કાર્યક્રમમાં હાજર રહેવા ચીનને તાલિબાનનું આમંત્રણ

કાબુલઃ અખબારી અહેવાલો અનુસાર, તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની નવી સરકારની સ્થાપના માટેના કાર્યક્રમમાં હાજર રહેવાનું ચીન, પાકિસ્તાન, રશિયા, તૂર્કી, ઈરાન અને કતરને આમંત્રણ આપ્યું છે.

ચીન તેના કાયમી સાથી પાકિસ્તાન સાથે મળીને અફઘાનિસ્તાન અંગે તેની સંકલન નીતિ ઘડી રહ્યું છે. આ માટે તે રશિયાનો પણ સાથ લઈ રહ્યું છે. અફઘાનિસ્તાનની સરહદ એક તરફ રશિયા સાથે પણ મળે છે. ચીને કાબુલમાં પોતાની દૂતાવાસને ચાલુ રાખી છે. એવી જ રીતે, પાકિસ્તાન અને રશિયાએ પણ પોતપોતાની દૂતાવાસોને ચાલુ રાખી છે. અમેરિકા, બ્રિટન તથા અન્ય પશ્ચિમી દેશો તાલિબાનની સરકારને માન્યતા આપવા તૈયાર નથી.