મ્યાનમારના પ્રવાસે આવતા ભારતીયોને યાંગૂનમાંની દૂતાવાસની ચેતવણી

યાંગૂન/નવી દિલ્હીઃ મ્યાનમાર દેશના પાટનગર યાંગૂનમાંની ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકો જોગ ચેતવણી ઈસ્યૂ કરીને એમને જણાવ્યું છે કે તેઓ મ્યાનમાર આવવાનું ટાળે. અથવા જો આ દેશની મુલાકાતે આવવું જ પડે તો સાવચેતી રાખે, કારણ કે અહીં લશ્કરી બળવો થયો છે અને જનતામાં અસંતોષ ફાટી નીકળવાની સંભાવના પણ છે.

મ્યાનમારે લશ્કર દ્વારા નિયુક્ત ઉપપ્રમુખ મિન્ત સ્વેને દેશના કાર્યવાહક પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. લશ્કરે નાગરિક નેતા ઓંગ સાન સૂ કી તથા અન્ય રાજકીય નેતાઓની ધરપકડ કરી છે.