જાપાનમાં શક્તિશાળી વાવાઝોડું ફૂંકાયું: ત્રણનાં મોત

ટોક્યોઃ જાપાનમાં ‘શાનશાન’ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. જાપાનમાં 252 કિમીની ઝડપે ‘શાનશાન’ વાવાઝોડાથી કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે, જેનાથી ત્રણ વ્યક્તિનાં મોત થયું છે અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ વાવાઝોડાથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું હતું. અંદાજે અઢી લાખથી વધુ ઘરોની વીજ કાપી કાઢવામાં આવી હતી આ સાથે  કેટલાય થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે. આ વાવાઝોડાથી 10 લાખ લોકો પ્રભાવિત થયા હતા.

જાપાનના હવામાન વિભાગના અધિકારીઓએ દેશના દક્ષિણી ભાગમાં ચેતવણી જારી કરી છે, જ્યાં સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે.  મૌસમ વિજ્ઞાાન એજન્સી કાગોશિમા પ્રિફેકચરમાં ભારે પવનના લીધે દરિયાનાં મોજાં ઊઠવાની એવી ચેતવણી બહાર પાડવામાં આવી છે. કાગોશિમી અને પ્રીફેકચર મિયાજાકિમાં ભારે વરસાદથી પૂરનો ખતરો વધશે.

પ્રાપ્ત માહિતી અનુસાર જાપાનના પશ્ચિમી અને પૂર્વી ભાગોમાં સ્થાનીય સ્તરે ભારે વરસાદ થઈ રહ્યો છે પરંતુ તે વિસ્તારો હજુ તોફાનના ઘેરાવાથી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ટાયફૂન યાકુશિમા ટાપુથી 70 કિમી દૂર હતું. હવામાન અધિકારીઓએ નદીઓમાં પૂર અને ભૂસ્ખલનથી લોકોને બચવાની ચેતવણી આપી છે.

‘શાનશાન’ વાવાઝોડું ગુરુવાર સુધી કયુશૂ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી વધુ શકિતશાળી બની જાય તેવી શકયતા છે. 24 કલાક દરમિયાન દક્ષિણ કયુશુમાં ૬૦૦ મિમી, ઉત્તરી કયુશુ અને શિકોકુમાં 300 મિમી, આમામિ અને તોકાડ ક્ષેત્રમાં 250 મિમી તથા કાંસાઇમાં 150 મિમી સુધી વરસાદ થવાની શકયતા છે. વાવાઝોડાની તીવ્રતાનું પ્રમાણ જોતાં સરકારી આદેશ અનુસાર 219 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરવામાં આવી છે.

કારઉત્પાદક કંપનીએ પણ પોતાનાં કારખાનાં બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકાર કાગોશિમા અને મિયાજાકી પ્રાંતોમાંથી આઠ લાખ લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે એટલું જ નહીં, રાજધાની ટોકયો સુધી રેલ, બુલેટ ટ્રેન અને પોસ્ટ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.