લંડનઃ બ્રિટનમાં કોરોના વાઈરસના કેસ વધી જતાં ફરી એક મહિનાનું લોકડાઉન લાગુ કરવામાં આવશે. આ લોકડાઉન પાંચમી નવેમ્બરથી શરૂ થશે અને 2 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને આ નિર્ણયની જાહેરાત કરી છે. જોન્સનના વૈજ્ઞાનિક સલાહકારોએ કહ્યું છે દેશ પાસે વાઇરસને ફેલાતો અટકાવવા માટે આ એકમાત્ર રસ્તો છે.
સેજ (SAGE) સમિતિના વૈજ્ઞાનિકોએ કાલે 10 નામથી એક આંકડો રજૂ કર્યો હતો, જેનાથી માલૂમ પડે છે કે કોવિડ-19થી તેમના દ્વારા સૌથી ખરાબ સ્થિતિના આકલન સામે કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. હાલમાં બ્રિટનમાં વાઇરસના પ્રસારમાં ઝડપથી વધારો થયો છે. કેબિનેટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે લોકડાઉનનું એલાન આવતા સપ્તાહે થવાની ધારણા છે. જોકે એ સ્પષ્ટ નથી કે લોકડાઉન કયા સ્વરૂપે લાગુ થશે અને ક્યાં સુધી લાગુ કરવામાં આવશે. જોકે આવશ્યક ચીજવસ્તુઓનાં વેચાણ સિવાયની બધી દુકાનો બંધ રહેવાની શક્યતા છે. આ સિવાય સ્કૂલો અને યુનિવર્સિટીઓને બંધ કરવામાં આવે એવી શક્યતા છે.
નવા વર્ષથી પહેલાં પ્રધાનો દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજ પ્રમાણે દૈનિક ધોરણે 4000 લોકોનાં મોત થવાનો અંદાજ છે, એમ બીબીસીનો અહેવાલ કહે છે.
વડા પ્રધાન બોરિસ જોન્સન સોમવારે એક પત્રકાર પરિષદમાં લોકડાઉનની જાહેરાત કરે એવી શક્યતા છે અને નવાં નિયંત્રણો બુધવારથી લાગુ કરવામાં આવે એવી સંભાવના છે. આ લોકડાઉન પહેલી ડિસેમ્બર સુધી રહેવાની ધારણા છે. સરકાર માટે આવતું સપ્તાહ પડકારરૂપ રહેવાની ધારણા છે, કેમ કે લોકડાઉનથી પહેલાં એ નિર્ણય લેવાનો છે કે નવાં નિયંત્રણો કેવા પ્રકારનાં રહેશે.
વડા પ્રધાન જોન્સન અને નાણાપ્રધાન રિશી સુનકને એ વાતનો ડર લાગી રહ્યો છે કે જો લોકડાઉન લાગુ કરવામાં આવશે તો દેશના અર્થતંત્ર પર ભારે પ્રતિકૂળ અસર પડશે. આમ પણ કોરોનાને કારણે અર્થતંત્રની માઠી દશા ચાલી રહી છે.
શિયાળામાં 85,000 લોકોનાં મોતની શક્યતા
આરોગ્ય સચિવ મેટ હેનકોક અને વરિષ્ઠ પ્રધાન માઇકલ ગોવે દ્વારા સમર્થિત વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ વાઇરસથી શિયાળામાં 85,000 લોકોનાં મોત થવાની આશંકા છે.