તુર્કી, ગ્રીસના ભૂકંપમાં 26 લોકોનાં મોત, અનેક ઘાયલ

ઇસ્તંબુલઃ તુર્કી અને ગ્રીસમાં શુક્રવારે એક શક્તિશાળી ભૂકંપને કારણે કમસે કમ 26 લોકોનાં મોત અને 804 લોકો ઘાયલ થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.0ની માપવામાં આવી હતી અને એનાથી તુર્કી, એથેન્સ અને ગ્રીસ પ્રભાવિત થયા હતા. સર્વેએ કહ્યું હતું કે 7.0ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગ્રીકના સમોસ શહેર કાર્લોવસીથી 14 કિલોમીટર (8.7 માઇલ્સ) દૂર નોંધવામાં આવ્યો હતો. આ ભૂકંપ 21 કિલોમીટર ઊંડો હતો. બંને દેશોમાં રાહત અને બચાવકાર્ય પુરજોશમાં ચાલુ છે.

આ ભૂકંપને લીધે અનેક ઇમારતો તૂટી પડી હતી અને એક સમુદ્રમાં પણ એક મિની સુનામી આવી હતી, એમ અધિકારીઓએ કહ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે તુર્કીના પશ્ચિમ તટીય ક્ષેત્રોમાં 24 લોકો માર્યા ગયા છે, જ્યારે બે કિશોરો –એક યુવક અને એક યુવતી સમોસના ગ્રીક દ્વીપ પર એક દીવાલ તૂટવાથી તેમનાં મોત થયાં છે.

ઇઝમિર શહેરમાં કમસે કમ 20 બિલ્ડિંગો તૂટી પડ્યાં

આ ભૂકંપને લીધે ઇઝમિર શહેરમાં કમસે કમ 20 બિલ્ડિંગો તૂટી પડ્યાં હતા, એમ મેયર ટંકે જણાવ્યું હતું. આ બિલ્ડિંગની નીચે ઊભેલાં વાહનો પણ કચડાઈ ગયાં હતાં. આ બિલ્ડિંગોના કાટમાળમાં બચેલા લોકોને બહાર કાઢવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાટમાળમાંથી બચેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરોનો કરીને બચાવ દળ દ્વારા અનેક લોકોને ઉગારવામાં આવ્યા હતા. કુલ 196 આફ્ટરશોક્સ નોંધવામાં આવ્યા હતા, જે ચારની રિક્ટર સ્કેલના નોંધાયા હતા. 17 બિલ્ડિંગોમાં શોધખોળ અને બચાવ ઝુંબેશ જારી છે, જેમાં ચાર ધ્વસ્ત થઈ ગઈ છે.

આઠ લોકોને ઇન્ટેન્સિવ કેરમાં દાખલ

તુર્કીના ઘાયલોમાંથી પાંચ લોકોનાં ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે અને આઠ લોકોને ઇન્ટેન્સિવ કેરમાં દાખલ કરવામાં આવી છે, એમ તુર્કીના પ્રેસિડેન્ટ રિસેપ તૈઇપ એર્ડોગને જણાવ્યું હતું.

બંને દેશોને સહાય મોકલવાની ફ્રાંસની રજૂઆત

ગ્રીક વડા પ્રધાને કિરિયાકોસ મિત્સોટાકિસે ટ્વિટર પર કહ્યું હતું કે  તેમણે તુર્કીના સમકક્ષથી વાતચીત કરી છે. બંને દેશો વચ્ચે પૂર્વ ભૂમધ્યસાગરમાં હાલ એનર્જીના દાવાઓને લઈને ટેન્શન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમારી વચ્ચે જે પણ મતભેદો છે, એને કોરાણ મૂકીને હાલ આપણે આપણા લોકો સાથે ઊભા રહેવાની જરૂર છે. સામે તુર્કીના પ્રેસિડેન્ટે પણ ટ્વિટમાં ગ્રીસ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને કહ્યું હતું કે બે પડોશી દેશો વચ્ચે મુશ્કેલ સમયમાં એકજૂટતા દેખાડે છે, જે જીવનની કેટલીક ચીજવસ્તુઓથી વધુ મૂલ્યવાન છે. તેમના અનુસાર બંને દેશો એકમેકને મદદ કરવા તૈયાર છે. ફ્રાંસના ઇન્ટિરિયર પ્રધાન ડર્મેનિયને ટ્વિટર પર બંને દેશોને સહાય મોકલવાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ફ્રાન્સ આ ભયાનક ભૂકંપનો સામનો કરવામાં તુર્કી અને ગ્રીસના લોકોની સાથે ઊભું છે. જો બંને દેશોની સરકારો ઇચ્છે તો ફ્રાસ તરત ઘટનાસ્થળે મદદ કરવા તૈયાર છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]