EU દેશોએ એસ્ટ્રાઝેનેકાનું રસીકરણ ફરી શરૂ કર્યું

બર્લિનઃ યુરોપિયન મેડિકલ રેગ્યુલેટર કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકાની રસી સુરક્ષિત અને અસરકારક છે, એ પછી યુરોપિયન યુનિયના અગ્રણી દેશોએ કહ્યું હતું કે તેઓ એસ્ટ્રાઝેનેકા ફરીથી શરૂ કરશે. અને રસીને લીધે લોહી ગંઠાઈ જવાનું જોખમ નથી.  WHO અને બ્રિટનની હેલ્થ વોચડોગે જણાવ્યું હતું કે આ રસી સલામત છે, એ પછી યુરોપિયન મેડિસિન્સ એજન્સી (EMA)એ જણાવ્યું હતું કે રસી સુરક્ષિત છે અને ઉમેર્યું હતું કે ડોઝ ના લેવો એ વધુ જોખમ છે, કેમ કે કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

EMAની ઘોષણા પછી યુરોપિયન દેશોના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે જર્મની, ફ્રાંસ, સ્પેન, ઇટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, લિથુનિયા સ્લોવેનિયા અને બલ્ગેરિયામાં રસીકરણ ફરી શરૂ કરવામાં આવશે.

ફ્રાન્સે ગુરુવારે કોવિડ પરના પ્રતિબંધોને આકરા બનાવ્યા હતા. એણે પેરિસ અને અન્ય પ્રદેશોમાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે લોકડાઉન લાંબા સમય સુધી લાદ્યું હતું.

EU એજન્સીએ લીલી ઝંડી આપી

યુરોપિયન યુનિયનની એજન્સીએ કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકાની રસીથી લોહીની ગાંઠો થવાનું જોખમ નથી એને એનો ઉપયોગ જોખમ કરતાં વધુ લાભકારક છે. જેથી યુરોપિયન દેશોમાં આ રસીકરણનો રસ્તો સાફ થયો છે.

WHOની ક્લીનચિટ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ એસ્ટ્રાઝેનેકાની રસીને ક્લીનચિટ આપી છે. સંસ્થાએ કહ્યું હતું કે વિશ્વભરમાં રસીનો ઉપયોગ અટકવો ના જોઈએ અને દેશો રસીકરણ ઝુંબેશ જારી રાખવી જોઈએ.