ઈંગ્લેન્ડ સામેની ODI-સિરીઝ ટીમમાં કૃણાલ પંડ્યાનો સમાવેશ

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની આગામી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટે ભારતના 18-સભ્યોની ટીમન જાહેરાત કરી છે. આ ટીમમાં કર્ણાટકના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના, વડોદરાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને મુંબઈના બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો સમાવેશ કર્યો છે. ક્રિશ્ના અને કૃણાલે હાલમાં રમાઈ ગયેલી વિજય હઝારે ટ્રોફી સ્પર્ધામાં કરેલા સારા દેખાવને કારણે એમનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણ વન-ડે મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં 23, 26 અને 28 માર્ચે રમાશે. કૃણાલ પંડ્યાને જો ઈલેવનમાં રમવાનો ચાન્સ મળશે તો એ તેની કારકિર્દીની પહેલી જ વન-ડે ઈન્ટરનેશનલ મેચ હશે. એ ટ્વેન્ટી-20 ફોર્મેટમાં 18 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.

ભારતના 18-સભ્યોની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), કે.એલ. રાહુલ (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી. નટરાજન, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, શાર્દુલ ઠાકુર.

(તસવીર સૌજન્યઃ મુંબઈ ઈન્ડિયન્સ ટ્વિટર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]