પેરિસઃ બ્રિટનની સત્તા બદલ્યા પછી જનતાએ ફ્રાંસમાં પણ તખતાપલટો કરી દીધો છે. ફ્રાંસમાં રવિવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોની પાર્ટી હારી ગઈ છે. ચૂંટણી પંચના ડેટા મુજબ કુલ 577 સીટો પર મતદાન થયું હતું, એમાંતી ડાબેરીઓની ન્યુ પોપ્યુલર ફ્રંટ ગઠબંધનને 82 સીટો મળી હતી. બાજા ક્રમને ઇમાન્યુઅલ મેક્રોની રેનેસાંની પાર્ટીને માત્ર 163 સીટો મળી હતી. દક્ષિણપંથી નેશનલ રેલી ગઠબંધનને 143 સીટો મળી હતી. ત્રણ મોટી પાર્ટીમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતી હાંસલ નહોતી થઈ. ફ્રાંસમાં બહુમત માટે 289 સીટો જીતવી જરૂરી છે. કોઈ પણ પાર્ટીની પાસે બુહમત નથી એવામાં ફ્રાંસમાં ગઠબંધનની સરકાર બનવી એ નક્કી છે.
ચૂંટણી પરિણામો આવ્યા બાદ હારની જવાબદારી લેતાં વડા પ્રધાન ગેબ્રિયલ અટ્ટલે રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી નવા વડા પ્રધાન નહીં બને ત્યાં સુધી તેઓ વડા પ્રધાન રહેશે. અમારી પાસે બહુમતી નથી તેથી હું મારું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપીશ, એમ તેમણે કહ્યું હતું. પરિણામો બાદ હિંસા ફાટી નીકળી હતી. દક્ષિણપંથી નેશનલ રેલીના લોકો રસ્તા પર આવી ગયા અને વિરોધ કરવા લાગ્યા. પોલીસે પેરિસમાં ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
ચૂંટણી પરિણામો બાદ હિંસા
ડાબેરી ગઠબંધનને વધુ બેઠકો મળવાને કારણે રાજધાની પેરિસ સહિત સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી હતી. પરિણામ આવ્યા બાદ વિરોધીઓ રસ્તા પર ઊતરી આવ્યા અને હિંસા શરૂ કરી દીધી. એક વિડિયોમાં પ્રદર્શનકારીઓ આગચંપી કરતા જોવા મળી રહ્યા છે. હિંસાને જોતાં દેશભરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દેશનાં વિવિધ સ્થળોએ વિરોધીઓ દ્વારા હિંસા કરવામાં આવી હતી. હિંસા બાદ ભીડને વિખેરવા માટે પોલીસે અનેક સ્થળોએ ટિયર ગેસના શેલ છોડ્યા હતા, એમ ફોક્સ ન્યૂઝનો અહેવાલ કહે છે.