બ્લુમબર્ગઃ કેટલાક સંશોધનકર્તાઓનું કહેવું છે કે કોરોના રોગચાળાના પ્રારંભિક દિવસોમાં વુહાન- ચીનના એક બજારમાંથી લેવામાં આવેલા નમૂનાઓનું એક નવું વિશ્લેષણ અત્યાર સુધીનું સૌથી મોટા પુરાવા છે, જેમાં પુરવાર થયું છે કે કોવિડ-19 વાઇરસ પ્રાણીઓથી મનુષ્યોમાં આવ્યો હતો, એમ નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. Zenodo.org ઓપન સાયન્સ વેબસાઇટ પર સોમવારે પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવ્યાનુસાર કેટલાંય પ્રાણીઓથી જેનેટિક સામગ્રીની સાથે કોરોના વાઇરસની ઉપસ્થિતિના પ્રમાણ મળ્યા- જેમાં રેકૂન કૂતરા પણ સામેલ છે- જે રોગ માટે અતિસંવેદનશીલ છે. રોગચાળાનું એપિસેન્ટર હુઆનન હોલસેલ સીફૂડ માર્કેટ છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક નમૂનાઓમાં હ્યુમન જેનેટિક સામગ્રીની તુલનામાં પ્રાણીઓમાં જેનેટિક સામગ્રી વધુ હતી. જે પ્રાણીઓમાં સંભવિત સાર્સ-કોવ-2 સંક્રમણનો સંકેત આપે છે. રોગચાળામાં ઝડપથી કરવામાં આવેલા અનેક અધ્યયનોની જેમ વૈજ્ઞાનિક કોમ્યિનિટી દ્વારા હજી સુધી એની સમીક્ષા નથી કરવામાં આવી.એમાં સામેલ લોકોએ પ્રારંભિક નિષ્કર્ષો પછી ગયા સપ્તાહે મિડિયા કવરેજ પછી રિપોર્ટને ખતમ કરવાનું કામ કર્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચીનના સંશોધનકર્તાઓ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ જેનેટિક ડેટાને પૂરી રીતે શેર કરવાનેં આહવાન કર્યું હતું. જોકે એણે બહારના વિશ્લેષકો માટે માત્ર ચિંતાઓ વધારી છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજી અને ઇમ્યુનોલોજીના પ્રોફેસર ડેવિડ રિલમેને કહ્યું હતું કે મને એ નાની-નાની વાતો પર બહુ ચિંતા છે, જે અધૂરી છે અને ખરાઈ નહોતી કરી શકાઈ. મને લાગે છે કે આપણે એક ઊંડો શ્વાસ લેવાની જરૂર છે અને એ પ્રકારની પ્રક્રિયા અને વિજ્ઞાન પર ભાર આપવાની જરૂર છે અને આ ખાસ કરીને યોગ્ય છે.