ચીનની જનતા પણ કરી રહી છે મોદી-મોદી

બીજિંગઃ ચીન અને ભારતના સંબંધો છેલ્લાં કેટલાંક વર્ષોમાં વણસ્યા છે. ભલે બંને દેશોની વચ્ચે સીમાવિવાદને પગલે તણાવ છે, તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે વડા પ્રધાન મોદી ચીનમાં ઘણા લોકપ્રિય છે, કેમ કે ચીનના સોશિયલ મિડિયા પર એની ખૂબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Sina weibo પર ચીનના પત્રકાર મ્યુ ચુનશાને તેમના લેખમાં કહ્યું છે કે મોટા ભાગના લોકો અનુભવે છે કે મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વના મુખ્ય દેશોની વચ્ચે સંતુલન બનાવી રાખ્યું છે. Sina weiboને ચીનનું ટ્વિટર પણ કહેવામાં આવે છે અને એના 58.2 કરોડથી વધુ સક્રિય યુઝર છે.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીને ચીનના ઇન્ટરનેટ પર એક અલગ નિકનેમ આપવામાં આવ્યું છે. તે મોદી લાઓક્સિયન- એનો અર્થ કંઈક અલગ અને અદભુત એક વડીલ વ્યક્તિ એટલે કે ચીનના નેટિજન્સ વિચારે છે કે મોદી બાકી નેતાઓની તુલનાઓમાં અલગ છે. મ્યુ કહે છે લોકો તેમની કેટલીક નીતિઓને પણ પસંદ કરી રહ્યા છે, જે ભારતની પાછલી નીતિઓથી અલગ છે. ચીનના નાગરિકોને ભારતના અન્ય દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો ખૂબ પસંદ આવી રહ્યા છે.  તેમણે કહ્યું હતું કે હું આશરે 20 વર્ષોથી આંતરરાષ્ટ્રીય મિડિયામાં રિપોર્ટ કરી રહ્યો છું અને ચીનના નેટિજન્સ માટે કોઈ વિદેશે નેતાને આ પ્રકારે ઉપનામ આપવું એ દુર્લભ વાત છે. મોદીનું નિકનેમ બધાથી ઉપર છે. મોદીએ ચીની જનમત પર પોતાની છાપ છોડી છે.