ઢાકાઃ દેશના પડોશી જિલ્લાઓમાં કોરોના કેસોમાં ઉછાળો આવતાં બંગલાદેશે રવિવારે ભારતની સીમા બંધની મુદત 30 જૂન સુધી વધારી છે. વિદેશ મંત્રાલયના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે 13 જૂને એક આંતર મંત્રાલયની બેઠકમાં સરહદી ક્ષેત્રોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંબંધે એક નોટિફિકેશન જલદી પ્રકાશિત કરવામાં આવશે, એમ અધિકારીએ નામ ન છાપવાની વિનંતી કરતાં કહ્યું હતું. આ પહેલાં ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં 26 એપ્રિલે બંગલાદેશે ભારતની સાથેની બોર્ડર બે સપ્તાહ માટે બંધ કરી હતી, જે પછી બે વાર –-આઠ મે અને 29 મેએ મુદત વધારી હતી.
વળી, બંગલાદેશના જો કાયદેસરના વિસા 15 દિવસના હોય અથવા એનાથી ઓછા હોય તો ઘરે પરત આવેલા લોકોને ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટિન રહેવું પડશે, એમ અહેવાલ કહે છે.
જોકે બંગલાદેશ પણ કોરોનાના કેસોના સતત વધારાનો સામનો કરી રહ્યો છે, અહીં રવિવારે એક મહિનામાં સૌથી વધુ એક દિવસમાં મોતો નોંધાઈ છે. રવિવારે દેશોમાં કોવિડ-19થી 47 મોત નોંધાયાં હતાં, જે એક મહિનામાં સૌથી એક દિવસીય મોતનો આંકડો છે. આ ઉપરાંત 2436 કોરોનાના નવા કેસો નોંધાયા છે. આરોગ્ય અધિકારીઓએ કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયેન્ટ છે કેમ? એની શોધ કરી રહ્યા છે, એ અત્યંત સંક્રમક છે.