બ્રિટનમાં લોકડાઉન લંબાવાશે? કોરોનાના ‘ડેલ્ટા’ વેરિઅન્ટથી ગભરાટ

લંડનઃ કોરોનાવાઈરસ મહાબીમારીના ભારત કે ડેલ્ટા વેરિઅન્ટના કેસ બ્રિટનમાં વધી રહ્યા હોવાથી દેશમાં લોકડાઉન નિયંત્રણોનો અંત લાવવાનું ચાર અઠવાડિયા લંબાવવા વિશે વડા પ્રધાન બોરીસ જોન્સનની સરકાર વિચારી રહી છે. લોકડાઉન નિયંત્રણોનો 21 જૂનથી અંત લાવવાની જાહેરાત કરવામાં આવી છે. જો નિયંત્રણો ઉઠાવી લેવામાં આવશે તો બ્રિટનમાં લોકો માટે જાહેરમાં એકબીજાથી સામાજિક અંતર રાખવાનું ફરજિયાત નહીં રહે. નહીં તો કમસે કમ 19 જુલાઈ સુધી આ નિયંત્રણો અમલમાં રહેશે. જોન્સન આવતીકાલે, સોમવારે આખરી નિર્ણય લેવાના છે.

શુક્રવાર-શનિવાર દરમિયાન બ્રિટનમાં કોવિડ-19ના નવા 8,125 કેસ નોંધાયા છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડનું માનવું છે કે ડેલ્ટા વેરિઅન્ટ (B1.617.2 વેરિઅન્ટ, જે સૌથી પહેલાં ભારતમાં ઓળખાયો છે) તેનો બ્રિટનમાં અનેકને ચેપ લાગ્યો છે. એક જ અઠવાડિયામાં સંક્રમિત લોકોની સંખ્યા 30 હજાર પરથી વધીને 42,323 થઈ ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]