વોશિંગ્ટનઃ આઝાદીનાં 75 વર્ષ પૂરા કરનાર ભારતને આજે તેના 76મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દુનિયાનાં અનેક દિગ્ગજો તરફથી અભિનંદન આપવામાં આવ્યા છે. આમાં અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં, માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સનો સમાવેશ થાય છે.
જૉ બાઈડને એક સત્તાવાર નિવેદનમાં લખ્યું છે કે, 15 ઓગસ્ટે ભારતની આઝાદીના 75મા વાર્ષિક દિનની ઉજવણીમાં 40 લાખ જેટલા ભારતીય-અમેરિકનો પણ જોડાશે ત્યારે અમેરિકા પણ ભારતની જનતાને તેની આ લોકતાંત્રિક સફર બદલ સમ્માનીત કરવામાં સામેલ થાય છે. આ લોકશાહી સફરનું માર્ગદર્શન મહાત્મા ગાંધીના સત્ય તથા અહિંસાના સંદેશ દ્વારા કરવામાં આવ્યું છે.
બિલ ગેટ્સે ટ્વીટમાં ડિજિટલ સેક્ટરમાં ભારતે હાંસલ કરેલા પરિવર્તન તથા આરોગ્યસેવા ક્ષેત્રે દેશની દોરવણી કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે.
As India celebrates its 75th Independence Day, I congratulate @narendramodi for prioritizing healthcare and digital transformation while spearheading India’s development. India's progress in these sectors is inspiring and we are fortunate to partner in this journey #AmritMahotsav
— Bill Gates (@BillGates) August 15, 2022
ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી ટ્વીટ મારફત અભિનંદન આપ્યા છે. નેપાળના વિદેશ પ્રધાન ડો. નારાયણ ખાડકા, અમેરિકાના વિદેશ પ્રધાન ટોની બ્લિન્કન, સિંગાપોરના હાઈ કમિશને પણ ભારતને આઝાદી દિવસના અભિનંદન આપ્યા છે.