વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમેરિકા એનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. રશિયા યુક્રેન પર ગમેત્યારે હુમલો કરે એવી સંભાવના છે. રશિયાએ કેટલીક સેનાને યુક્રેનની સરહદેથી પરત ફરવાનો આદેશ આપ્યો છે, પણ અમેરિકા એની હજી પુષ્ટિ નથી કરતું. એમ તેમણે કહ્યું હતું. રશિયાના દોઢ લાખથી વધુ સૈનિકો યુક્રેન અને બેલારુસ અને યુક્રેનની સરહદે એકઠા થયા છે અને હુમલાની હજી પૂરેપૂરી શક્યતા છે.
અમે રશિયાની સાથે સીધી અથડામણ નથી ઇચ્છતા, પણ જો રશિયા યુક્રેનમાં અમેરિકી લોકોને નિશાન બનાવે છે તો અમે પૂરી તાકાતથી એનો જવાબ આપીશું. કૂટનીતિ અને ટેન્શનનો વાટાઘાટ દ્વારા ઓછું કરવાનો રસ્તો હજી ખુલ્લો છે, પણ આવનારા દિવસોમાં રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તો એણે મોટા પાયે વૈશ્વિક સ્તરે ટીકાઓનો સામનો કરવો પડશે. રશિયા યુક્રેન પર હુમલો કરે તો અનેક લોકોના જીવ જવાની શક્યતા છે. વળી, રશિયાએ એનાં ગંભીર પરિણામો જોવા મળશે. આ બિનજરૂરી હત્યાઓ અને વિનાશ માટે દુનિયા રશિયાને માફ નહીં કરે.
રશિયાના વ્લાદિમિર પુતિને કહ્યું હતું કે મોસ્કોએ સુરક્ષાનો પડકારને ગંભીરતાથી લેવાની જરૂર છે. પુતિનના આ નિવેદન પછી બાઇડને સ્પષ્ટ કર્યો હતો કે અમે રશિયાના હુમલાનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છીએ, એમ તેમણે કહ્યું હતું.