રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થશે તો ભારત અમને સાથ આપશેઃ અમેરિકા

વોશિંગ્ટનઃ રશિયા યુક્રેન પર હુમલો કરશે તો ભારત અમેરિકાને સાથ આપશે, એવી બાઇડને આશા વ્યક્ત કરી હતી.ચાર દેશોના વિદેશપ્રધાનોની વચ્ચે હાલમાં ઓસ્ટ્રેલિયાના પાટનગર મેલબોર્નમાં થયેલી બેઠકમાં રશિયા અને યુક્રેન મુદ્દે વિચારવિમર્શ થયો હતો, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું. આ બેઠકમાં ક્વાડના દેશો- ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના વિદેશપ્રધાનો સામેલ થયા હતા.

 આ બેઠકમાં એ વાતે સહમતી સધાઈ હતી કે રશિયા અને સુક્રેન મામલો રાજકીય રીતે શાંતિપૂર્ણ સમાધાનની જરૂર છે. ક્વાડ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય શાંતિ બનાવી રાખવાની તરફેણ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું. આ નિયમની વ્યવસ્થા હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સમાન રીતે લાગુ થાય છે. યુરોપમાં છે એવી શાંતિ વિશ્વમાં પણ રહેવી જોઈએ.અમે જાણીએ છીએ કે અમારા ભાગીદાર ભારતીય ક્વાડ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે. આ વ્યવસ્થામાં અનેક નિયમ છે અને એમાંનો એક બળજબરીથી સરહદોનું પુનર્નિધારણ ના થઈ શકે, એમ તેમણે કહ્યું હતું.ભારત સહિત અન્ય પડોશી દેશો સાથે ચાલી રહેલા ચીનના સીમા વિવાદનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે મોટા દેશો નાના દેશોને પરેશાન ના કરી શકે. કોઈ પણ દેશના લોકો પોતાની વિદેશ નીતિ, પોતાના ભાગીદાર, ગઠબંધનના સહયોગી વગેરે પસંદગી કરવાનો હક છે, આ સિદ્ધાંત યુરોપની જેમ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સમાન રીતે લાગુ થાય છે.

અમેરિકાના વિદેશપ્રધાન એન્ટની બ્લિકન અને ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, પણ તેમણે એ વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.