“કારકિર્દીના ઊંબરે” ધોરણ 12 પછી શું? પુસ્તકનું વિમોચન

ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ જાહેર કરી દીધુ છે. અને રાજ્યમાં ઉચ્ચ અભ્યાસની પ્રવેશ પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. ત્યારે વિદ્યાર્થીઓને સૌથી વધુ મુંજવતો પ્રશ્ન હોય છે કે હવે આગળના અભ્યાસ શું કરવો જઈએ?.

રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા સતત 19માં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ 12 પછી શું ? પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12 બાદ ક્યો અભ્યાસ ક્રમ લેવો, તેના માટે આ પુસ્તક ગુજરાતના વિદ્યાર્થી અને વાલીઓ માટે પથદર્શક બનશે. આ પુસ્તકનું વિમોચન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

“કારકિર્દીના ઊંબરે” ધોરણ 12 પછી શું ? માર્ગદર્શન પુસ્તક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ www.incgujarat.com અને www.Careerpath.info  ઉપર પણ ઉબલબ્ધ થશે. નવતર પ્રયોગના ભાગરૂપે ઈ-કાર્ડ દ્વારા ક્યુઆરકોર્ડ સ્કેન કરીને પણ સરળતાથી પુસ્તકને ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

“કારકિર્દીના ઊંબરે” ધોરણ 12 પછી શું ? પુસ્તકમાં “ધોરણ-12 પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ પછી ઉપલબ્ધ 200થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે 40થી વધુ પ્રવેશ પરિક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો અંગેની વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વિકલાંગો માટે વિવિધ અભ્યાસક્રમોની વિશેષ વિગતો આપવામાં આવી છે.

જ્યારે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મનિષ દોશીએ જણાવ્યું કે “કારકિર્દીના ઊંબરે” ધોરણ 12 પછી શું ? પુસ્તકનો એક જ હેતું છે કે વિદ્યાર્થીને પોતાની રૂચી અનુસાર અભ્યાસનું પુરતું માર્ગદર્શન મળી રહે. આ પુસ્તકમાં વિદ્યાર્થીને અભ્યાસ ક્રમની માહિતી સાથે પ્રવેશ મેળવવાથી લઈ મોંઘવારીમાં ફી ભરવા માટે સ્કોલરશીપ અને એજ્યુંકેશન લોન આપતી વિવિધ સરકારી કે ખાનગી સંસ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.”

ઈ-પુસ્તક વિમોચન પર પ્રશ્ન પુછતા મનિષ દોશી જણાવ્યું કે “આ પુસ્તક 2006માં પહેલી વાર ઓફલાઈન આવ્યું હતું. જે બાદ 2014-15માં આ પુસ્તકને ઓનલાઈ જાહેર કરવામાં આવ્યુ હતું. પુસ્તક ઓનલાઈન હશે, તો પર્યાવરણ સાથે વિદ્યાર્થીઓના સમય પણ બચશે. હાલના સમયમાં વિદ્યાર્થી ઓનલાઈન માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આ પુસ્તક ઓનલાઈન હશે તો વિદ્યાર્થીને આંગળીના ટેરવે દરેક માહિતી પ્રાપ્ત થઈ જશે.” મનિષ દોશીએ આ પુસ્તકના અમુલ્ય મુલ્ય વિશે જણાવતા કહ્યું કે “આ પુસ્તકનું મુલ્ય વિદ્યાર્થીનું અમુલ્ય ભવિષ્ય ઉજળું બનાવવાનું છે”