આત્મહત્યા નિવારણ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

મોટી દઉઃ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મહાત્મા ગાંધી આત્મહત્યા નિવારણ કેન્દ્રના પ્રમુખ ડો. ગુલાબચંદ પટેલ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમ જ આત્મહત્યા નિવારણ કાર્યક્રમ ૨ ઓગસ્ટે સવારે ૧૧ વાગ્યે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડો. પટેલે વ્યસન મુક્તિ અંગે બાળકોને વ્યસનથી થતા નુકસાનની માહિતી આપી હતી અને જીવનમાં નાસીપાસ થઈ ક્યારેય આત્મહત્યા ન કરવી -એ બંને બાબતોને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડો. ગુલાબચંદ પટેલ અધ્યક્ષ સાથે મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર, ટ્રસ્ટીઓ- મહેન્દ્રભાઈ ચૌહાણ,  કાંતિભાઈ પટેલ એડવોકેટ અને રાધેશ્યામ યાદવ ઇન્ડિયન લાયન્સ ગાંધીનગરના ભૂતપૂર્વ પ્રમુખ જોડાયા હતા. આ કાર્યક્રમમાં અતિથિઓનું બુકે અને રૂમાલ દ્વારા અનુપમ શાળા મોટી દઉનાં આચાર્ય પ્રિયંકા પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મેળવી વ્યસનથી દૂર રહેવાની શીખ આપવામાં આવી હતી.  આ કાર્યક્રમનું સુંદર આયોજન કરનાર શિક્ષિકા વૈશાલી પંચાલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે શાળાનાં આચાર્યા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.