‘પહેલાં સંસદસભ્યોને આર્થિક લાભો આપવાનું બંધ કરીએ’

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય વરૂણ ગાંધીએ કહ્યું છે કે, જનતાને આપવામાં આવતા મફત લાભો વિશે સવાલ ઉઠાવતા પહેલાં સંસદસભ્યોને પેન્શન તથા જે અન્ય લાભો અપાય છે તે બંધ કરવાના મુદ્દે ચર્ચા થવી જોઈએ.

પોતાની જ પાર્ટીના નેતા સુશીલકુમાર મોદીએ મફત લાભોની પ્રથાનો અંત લાવવાના મુદ્દે ચર્ચા કરવા માટે રાજ્યસભામાં આપેલી નોટિસના સંદર્ભમાં વરૂણ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે જનતાને અપાતી રાહત સામે આંગળી ઉઠાવતા પહેલાં આપણે ભીતર પણ જોવું જોઈએ. સંસદસભ્યોને પેન્શન સહિત અપાતા તમામ અન્ય લાભોનો અંત લાવીને ચર્ચાનો આરંભ કેમ ન કરીએ.