PM મોદી બે દિવસમાં 8 ચૂંટણીસભા ગજવશે

અમદાવાદ– ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે મીડિયા સેન્ટરમાં પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું કે, ગુજરાતમાં ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૭ નવેમ્બર અને તા. ૨૯ નવેમ્બરના રોજ ગુજરાતમાં ૮ ચૂંટણી સભાઓ સંબોધશે.

પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે વડાપ્રધાનનો જાહેર કરેલ કાર્યક્રમ નીચે મુજબ છે.

તારીખ 27-11-2017નો ચૂંટણીલક્ષી સત્તાવાર કાર્યક્રમતારીખ 29-11-2017નો ચૂંટણીલક્ષી સત્તાવાર કાર્યક્રમ​યાદવે વધુમાં જણાવ્યું હતું કે, સભાસ્થળના આસપાસની ૬ વિધાનસભાને આવરી લેવામાં આવશે. વડાપ્રધાન મોદી બે દિવસના કાર્યક્રમમાં ૮ સભાઓ સંબોધી ચૂંટણીપ્રચારનો ઝંઝાવાતી પ્રારંભ કરશે.