દેશની જનતાએ જનાદેશ આપી દીધો છે. રાજ્યમાં પણ ભાજપનો ભગવો લહેરાય ગયો છે. જ્યાં 26 માંથી 25 સીટ ભાજપને મળી છે. ત્યારે આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સામે અમિત ચાવડાને મેદાને ઉતાર્યા હતા. તો ભારે વિવાદો વચ્ચે આણંદની જનતાએ મિતેશ પટેલ પર વિશ્વાશ મુક્યો છે.
આણંદની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે અમિત ચાવડાને મેદાને ઉતાર્યા હતા. મિતેશ પટેલનો લગભગ 89939 વોટથી વિજય થયો છે. મિતેશ પટેલને 612484 વોટ મળ્યા હતા. જ્યારે અમિત ચાવડાને 522545 વોટ મળ્યા હતા.
ગુજરાતની આણંદ બેઠક પર લોકસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. આણંદ બેઠક પરથી ભાજપે મિતેશ પટેલ અને કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપી હતી. એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોક્સી)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આણંદ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
આણંદ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ બેઠક પર 11 વખત કોંગ્રેસ અને ચાર વખત ભાજપની જીત થઈ છે. જો કે, કોંગ્રેસનો ગઢ રહેલી આણંદ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર જીત્યા છે, તો આ બેઠક પર ઈશ્વરભાઈ ચાવડા પાંચ વખત વિજેતા થયા હતા અને ભરતસિંહ સોલંકી સતત બે વખત જીત્યા હતા. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મિતેશ પટેલ સામે ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી
