સુરતઃ સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ડાયાલિસીસ વિભાગમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા દર્દીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આગના પગલે ડાયાલિસીસના વિભાગ ધુમાડાથી ભરાઈ જતા તમામના જીવ અધ્ધર થઈ ગયા હતા. તાત્કાલિક ફાયરને જાણ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. એસીમાં લાગેલી આગને ફાયરના જવાનોએ કાબુમાં લીધા બાદ તમામે હાશકારો અનુભવ્યો હતો.
સુરત સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે 2.30 કલાકે ડાયાલિસીસ વિભાગમાં આવેલા એસીમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નાકળી હતી. જેથી દર્દીઓ, સગાઓ અને સ્ટાફ કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. તાત્કાલિક ફાયરને જાણ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું.
એસીમાં લાગેલી આગને ફાયરના જવાનોએ કાબુમાં લીધા બાદ કર્મચારીઓએ હાશકારો લીધો હતો. ડાયાલિસીસ વિભાગના 5-6 દર્દીઓને તાત્કાલિક બીજા વોર્ડમાં ખસેડાયા હતા. આગમાં બે ડાયાલિસીસ અને એક વેન્ટિલેટર સહિત મશીનો બળીને ખાખ થઈ ગયા હતા. એસીમાં આગ વાયરીંગના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.