આજથી ગીરના જંગલમાં સિંહ દર્શન કરી શકાશે, સાવજનું વેકેશન પૂર્ણ

જૂનાગઢઃ આજથી ગીરના કેસરીઓનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે. આજથી ગીરના સાવજોનું વેકેશન પૂર્ણ થતા આજથી પ્રવાસીઓ ગીરમાં સીંહ દર્શન કરી શકશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનો સમય હોવાથી તેમને એકાંત પૂરુ પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભ્યારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે.

હવે, દિવાળીનું વકેશન નજીક આવી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ માટે ફરવાનું આકર્ષક સ્થળ ખુલી ગયું છે. વર્ષોત્તર પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આ વર્ષે સરકાર અને વન વિભાગ દ્વારા કેટલાંક ખાસ આકર્ષણ પણ વધારવામાં આવ્યાં છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી પરમીટની સંખ્યામાં વધારો કરાયો છે. અગાઉ રોજની 90ની પરમીટ આપવામાં આવતી હતી. જેમાં હવે 60નો વધારો કરીને રોજની કુલ 150 પરમીટ કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]