લોસ એન્જેલીસઃ હોલીવુડ દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગ એવું માને છે કે આ બ્રહ્માંડમાં પૃથ્વીવાસીઓ એકલાં રહેતાં નથી, પરગ્રહવાસીઓનું પણ અસ્તિત્વ છે. અમેરિકાની સરકાર એલિયન્સના અસ્તિત્વને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે.
સ્પીલબર્ગ ભૂતકાળમાં પરગ્રહવાસીઓ પર આધારિત અંગ્રેજી ફિલ્મ ‘E.T.’ અને ‘ક્લોઝ એન્કાઉન્ટર્સ ઓફ થર્ડ કાઈન્ડ’ ફિલ્મો બનાવી ચૂક્યા છે. એમણે એવો દાવો કર્યો છે કે, ‘બ્રહ્માંડમાં આપણે એકલા રહેતાં હોઈએ એવું હું માનતો નથી. મેં તપાસ કરી હતી અને મને જાણવા મળ્યું હતું કે, પરગ્રહવાસીઓ સાથે વાસ્તવિક જીવનમાં 500 વખત મુલાકાત થયાનું અમેરિકાની સરકારે છેક 70 વર્ષ પૂર્વે નોંધ્યું હતું. પરંતુ સરકાર આ વિગતોમાં ઢાંકપિછોડો કરવાનો અને એને સગેવગે કરવાનો પ્રયત્ન કરી રહી છે.’