દીપિકા પસંદ કરાઈ ઓસ્કર એવોર્ડ્સ-2023 કાર્યક્રમની પ્રેઝન્ટર

મુંબઈઃ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક, દીપિકા પદુકોણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખાસ્સી એવી પ્રખ્યાત થયેલી, એની પસંદગી આગામી ઓસ્કર એવોર્ડ્સ-2023 કાર્યક્રમની પ્રેઝન્ટર તરીકે કરવામાં આવી છે. 95મો એકેડેમી એવોર્ડ્સ કાર્યક્રમ આવતી 12 માર્ચે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાવાનો છે. એબીસી દ્વારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

પ્રેઝન્ટર તરીકેની યાદી ખાસ્સી એવી લાંબી છે. દીપિકા ઉપરાંત આ બહુમાન પ્રાપ્ત કરનાર અન્યો છેઃ એમિલી બ્લન્ટ, સેમ્યુઅલ એલ. જેક્સન, ડ્વેન જોન્સન, માઈકલ બી. જોર્ડન, જેનેલ મોના, ઝો સલ્દાના, જેનિફર કોનેલી, રિઝ એહમદ અને મેલિસા મેકાર્થી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]