ફરી આવશે રૂહ-બાબા: ‘ભૂલભૂલૈયા 3’નું ટીઝર પ્રદર્શિત

મુંબઈઃ કેટલાક વર્ષો પૂર્વે આવેલી હિન્દી સાઈકોલોજિકલ કોમેડી હોરર ફિલ્મ ‘ભૂલભૂલૈયા’ દર્શકોને ખૂબ ગમી ગઈ હતી. વિદ્યા બાલને તેમાં શાનદાર અભિનય કર્યો હતો. ત્યારબાદ ગયા વર્ષે ફિલ્મનો બીજો ભાગ આવ્યો હતો. એમાં કાર્તિક આર્યને રૂહ બાબાની ભૂમિકા ભજવી હતી. ‘ભૂલભૂલૈયા 2’ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી.

હવે ‘ભૂલભૂલૈયા 3’ આવૃત્તિ આવી રહી છે. કાર્તિક આર્યને જ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં એક હવેલી દેખાય છે. ત્યારબાદ રૂહ બાબા બનેલા કાર્તિકનો અવાજ સંભળાય છે. ‘તમને શું લાગ્યું? કે વાર્તા પૂરી થઈ ગઈ? દરવાજા તો બંધ જ હોય છે. એટલા માટે કે તે એક દિવસ ફરી ખુલી શકે.’ તે પછી ‘આમી જે તોમાર’ ગીતની ધૂન સંભળાય છે. ટીઝરના અંતે રૂહ બાબા બોલે છેઃ ‘હું આત્માઓ સાથે માત્ર વાતો નથી કરતો… આત્મા મારા શરીરમાં પ્રવેશ પણ કરે છે.’

કાર્તિક આર્યને ટીઝર શેર કરીને લખ્યું છેઃ ‘રૂહ બાબા રિટર્ન્સ દિવાલી-2024.’

https://www.instagram.com/p/CpP377QjKSa/

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]