સંગીતકાર રેહમાનનો પુત્ર મોટા અકસ્માતમાંથી બચી ગયો

ચેન્નાઈઃ સંગીતકાર અને ગાયક એ.આર. રેહમાનનો પુત્ર એ.આર. અમીન ત્રણેક દિવસ પહેલાં એક મોટા અકસ્માતમાંથી આબાદ રીતે બચી ગયો હતો, પણ એનો ગભરાટ હજી સુધી એના મનમાંથી ગયો નથી. તે ઘટના અમીન એક સેટ પર બની હતી, જ્યાં તે એક ગીત માટે શૂટિંગ કરી રહ્યો હતો.

અમીને સોશ્યલ મિડિયા પરની પોસ્ટમાં આની જાણકારી આપી છે. એણે કહ્યું કે, ‘સેટ પર હું એક ગીત માટેનું શૂટિંગ કરી રહ્યો હતો. પરંતુ અચાનક એક વિશાળ કદનું ઝૂમ્મર ક્રેનમાંથી છૂટું પડીને તૂટી પડ્યું હતું અને અમારી સહેજ જ બાજુમાં પડ્યું હતું. જો અમે લોકો એકાદ-ઈંચ આગળ-પાછળ હોત કે એકાદ સેકંડ પણ આમતેમ થઈ હોત તો આખી રીગ અમારા માથા પર પડી હોત. હું અને મારી ટીમના સભ્યો એવા તો ડઘાઈ ગયા હતા કે વાત ન પૂછો. હજી પણ એનો ગભરાટ મારા મનમાંથી ગયો નથી.’

અમીન પાર્શ્વગાયક છે અને તે અત્યાર સુધીમાં દક્ષિણ ભારતની અનેક ફિલ્મોનાં ગીતો ગાઈ ચૂક્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]