જ્યારે સોનાક્ષીએ ધક્કો મારીને અક્ષયને ખુરશીમાંથી જમીન પર પાડી દીધો

મુંબઈ – અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, તાપસી પન્નૂ અને વિદ્યા બાલન શનિવારે મુંબઈમાં એક ગ્રુપ મિડિયા ચર્ચામાં એમની આગામી નવી હિન્દી ફિલ્મ ‘મિશન મંગલ’નો પ્રચાર કરી રહ્યાં હતાં.

બધાં કલાકારો ફિલ્મ વિશે તેમજ એમની ભૂમિકાઓ વિશે તેમજ આ ફિલ્મમાં કામ કર્યા બાદ સૌએ પોતપોતાને કેવા બદલી નાખ્યા છે એ વિશે વાત કરવામાં મશગુલ હતાં.

આ ફિલ્મે તેનાં ટોચનાં કલાકારો તેમજ રોમાંચક પ્લોટલાઈનને કારણે ઉત્કંઠા જગાવી છે.

માર્સ ઓર્બિટર મિશનને સફળ બનાવવા માટે પાત્રોએ કેટલી મહેનત કરી હતી તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

જોકે ઈન્ટરવ્યૂ વખતે સોનાક્ષી અને અક્ષયે એક મજાક કરી હતી જેને કારણે ત્યાં હાજર પત્રકારો અને પત્રકારો ડઘાઈ ગયાં હતાં. અક્ષય એની ખુરશી પર પાછળની બાજુ સહેજ ઝૂકી રહ્યો હતો અને એ જ વખતે સોનાક્ષીએ એને હાથેથી ધક્કો માર્યો હતો પરિણામે અક્ષય ખુરશી સાથે પીઠભેર પડી ગયો હતો.

સોનાક્ષીએ કહ્યું હતું કે જે કોઈ વ્યક્તિ એને પજવે તો એની સાથે પોતે આવું કરે છે. જોકે સાંભળીને બધાં જ હસી પડ્યાં હતાં.

તાપસીએ બાદમાં સમજાવ્યું હતું કે હાજર પત્રકારોને ડરાવવા માટે અક્ષયે જ આ મજાક ઘડી કાઢી હશે.

‘મિશન મંગલ’ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

જુઓ અક્ષય-સોનાક્ષીની મજાકનો વિડિયો…