બુર્જ ખલિફા પર રણવીર સિંહની ‘ 83’ની ઝલકમાં છવાયો

મુંબઈઃ બોલીવૂડ એક્ટર રણવીર સિંહ આજકાલ ‘83’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.  ફિલ્મ ‘83’ની રિલીઝમાં થોડા દિવસો જ બાકી છે, ત્યારે રણવીર અને દીપિકા દુબઈ પહોંચ્યાં છે. અહીંથી કપલના ફોટો અને વિડિયોઝ સોશિયલ મિડિયા પર વાઇરલ થયા છે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન બુર્જ ખલિફા પર ‘83’ના મોન્ટાઝ પણ દેખાડવામાં આવ્યા છે. આ ખાસ ક્ષણે રણવીર અને દીપિકા અહીં હાજર રહ્યાં હતાં. અહીં ફિલ્મના ડિરેક્ટર કબીર ખાન પણ હાજર હતા.

રણવીર અને દીપિકા આ ખાસ પ્રસંગે અતરંગી લુકમાં નજરે ચઢતા હતા. રણવીરે ગોલ્ડન કલરનું ટીશર્ટ, જૂતાં અને ચશ્માં પહેર્યાં હતાં. રણવીરે પીળા કલરનું ટ્રાઉઝર્સ પહેર્યું. હતું, જ્યારે દીપિકાએ લાલ કલરનું ટીશર્ટ અને રેડ કલર્ડની હેડ બેન્ડ પહેલી હતી.

બુધવારે જેદ્દાહમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયરમાં ફિલ્મને પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું, ‘83’- આ ફિલ્મ 1983ના વર્લ્ડ કપ ક્રિકેટ પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં વર્લ્ડ કપની વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહે ભજવી છે.  

સોશિયલ મિડિયામાં એક ‘83’ની ફિલ્મનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કબીર, તેની પત્ની મિની માથુર દેખાઈ રહ્યા છે. આ વિડિયોમાં બુર્જ ખલિફા પર રણવીર સિંહ કપિલ દેવ તરીકે દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]