સિક્કિમઃ અરુણાચલ પ્રદેશ માટે એક ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા (FTIL)ની મંજૂરી મળ્યા પછી કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બુધવારે સિક્કિમમાં ફિલ્મ સિટીના પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. પૂર્વોત્તરમાં કેટલાંક નયનરમ્ય સ્થળ છે, જે પાયાની સુવિધાને લીધે ઉપયોગમાં નથી આવતાં. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે મોદી સરકારે અરુણાચલ પ્રદેશ માટે એક ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાને મંજૂરી આપી દીધી છે.
અરુણાચલની ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા એફટીઆઇઆઇ વિશે સિંહે કહ્યું હતું કે અહીં પૂર્વોત્તરના યુવાઓનો રોજગારની ક્ષમતાને પ્રોત્સાહન આપશે અને મિડિયા અને ફિલ્મનિર્માણનાં વિવિધ ક્ષેત્રોમાં રોમાંચક કરીઅરનો વિકલ્પ ખૂલશે. અરુણાચલ પ્રદેશમાં ફિલ્મ એન્ટ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTIL) કેમ્પસની સ્થાપના 2018માં કરવામાં આવી હતી, જે દેશમાં પુણે પછીની બીજી સંસ્થા છે.