મૌની રોયે ડર્યા વગર સિંહને ખોરાક ખવડાવ્યો

નવી દિલ્હીઃ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મિડિયામાં ઘણી સક્રિય છે. તે આજકાલ દુબઈમાં છે અને ક્વોલિટી સમય પસાર કરી રહી છે. તે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં કંઈક ને કંઈક પોસ્ટ કરે છે. હાલમાં તેણે એવો વિડિયો પોસ્ટ કર્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો. આ વિડિયોમાં મૌની રોય તેના હાથોથી સિંહને ખોરાક ખવડાવતી નજરે ચઢે છે.

મૌની રોયનો આ વિડિયો પોસ્ટ કરતાં લોકોની વચ્ચે ખળભળાટ મચી ગયો છે. આ વિડિયોમાં એક્ટ્રેસના હાથમાં માંસનો ટુકડો છે, જેને તે ડર્યા વગર સિંહના મોંઢામાં મૂકતી નજરે ચઢી રહી છે. આ સિંહ દુર્લભ પ્રજાતિના સફેદ સિંહ છે. તેણે આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે. 

આ વિડિયોમાં મૌની રોય આરામથી સિંહ સાથે ઊભી છે, તેની બોડી લેન્ગવેજ બતાવી રહી છે કે તેને જરા પણ ડર નથી લાગી રહ્યો. વિડિયોમાં સિંહ તેનો પાલતુ લાગી રહ્યો છે. મૌની રોયે હાલમાં જ સગાઈ અને લગ્નને લઈને સમાચારમાં હતા. તેણે એન્ગેજમેન્ટ રિંગનો ફોટો શેર કરીને લોકોની વચ્ચે સનસનાટી મચાવી હતી. તે હાલ તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયારને મળવા દુબઈ જાય છે. તે લગ્ન કરીને દુબઈ શિફ્ટ થવાની છે.

તે મલ્ટિસ્ટારર બિગ બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આવવાની છે, જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન પણ છે.

Mouni Roy

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]