‘અંતિમ’નું ફર્સ્ટ લૂક ટીઝરઃ સલમાન-આયુષની ટક્કર

મુંબઈઃ નવી હિન્દી ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથ’ના નિર્માતાઓએ આ નવી હિન્દી ફિલ્મનું ફર્સ્ટ લૂક ટીઝર આજે રિલીઝ કર્યું છે. આ ટીઝરમાં સલમાન ખાન અને આયુષ શર્માને એકબીજા સાથે લડતા જોઈ શકાય છે. બંને જણ શર્ટલેસ છે. ઝલક અસ્પષ્ટ છે એટલે જોનારની આતુરતા વધી જાય કે આ લડાઈનું પરિણામ શું આવશે.

‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથ’ ફિલ્મ 2021માં રિલીઝ થવાનું નિર્ધારિત છે. ટીઝરમાં શર્ટલેસ આયુષ ગુસ્સામાં દેખાય છે અને સલમાન તરફ દોડે છે, એને મારવા માટે. એ મુક્કો ઉગામે પણ છે, પણ સલમાન એને અટકાવી દે છે. બંને પાત્ર એકબીજા સામે ગુસ્સામાં જુએ છે. ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથ’ મરાઠી ફિલ્મ મુળાશી પેટર્નની સત્તાવાર હિન્દી રીમેક છે. ફિલ્મમાં સલમાન શીખ પોલીસ અધિકારી બન્યો છે જે ભૂ-માફિયા સામે જંગે ચડે છે. આયુષ શર્મા, જે વાસ્તવિક જીવનમાં સલમાનનો બનેવી છે, તે આ ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા કરી રહ્યો છે. ફિલ્મના દિગ્દર્શક મહેશ માંજરેકર છે. નિર્માતા ‘સલમાન ખાન ફિલ્મ્સ’ છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘મુળશી પેટર્ન’ની સત્તાવાર હિન્દી રીમેક હશે.