63 મૂન્સની અપીલ ઉપર ‘સેબી’ને નોટિસ

મુંબઈઃ એસટીપી ગેટ સર્વિસીસ કેસમાં 63 મૂન્સ ટેક્નોલોજીસે ‘સેબી’ના આદેશ વિરુદ્ધ કરેલી અપીલને પગલે સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલે (SAT) ‘સેબી’ને નોટિસ મોકલી છે. ટ્રિબ્યુનલે કેસને ઝડપથી હાથ ધરીને આખરી સુનાવણી અને નિકાલ આગામી 29મી જાન્યુઆરીએ રાખવાનું નક્કી કર્યું છે.

અહીં જણાવવું રહ્યું કે 63 મૂન્સને એસપીટી ગેટ સર્વિસીસ માટે મંજૂરી આપવાનો ઈનકાર કરતો નિર્ણય સેબીએ ગત ત્રીજી ડિસેમ્બરે લીધો હતો. ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ફિટ એન્ડ પ્રોપરને લગતા સાત વર્ષ જૂના આદેશના આધારે સેબીએ ઉક્ત નિર્ણય લીધો હતો. સેબીનો આદેશ હજી લાગુ થયો નહીં હોવાથી ટ્રિબ્યુનલે તેના પર સ્ટે આપવાની જરૂર નહીં હોવાનું કહ્યું છે અને સેબીને નોટિસ મોકલી છે.

એફએમસીનો આદેશ સાત વર્ષ જૂનો હતો એની નોંધ લેતાં ટ્રિબ્યુનલે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કહ્યું છે, “નોટ ફિટ એન્ડ પ્રોપરનો આદેશ કેટલા વખત સુધી લાગુ કર્યે રાખશો!”