બિહાર, દિલ્હીની ફરજમાંથી મુક્ત કરવા શક્તિસિંહની વિનંતી

નવી દિલ્હીઃ દિલ્હીમાં અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સમિતિ (AICC)ના ઇન-ચાર્જ શક્તિસિંહ ગોહિલે પક્ષના નેતૃત્વને આરોગ્યને લગતી સમસ્યાને લીધે તમામ સંસ્થાકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. 60 વર્ષના ગોહિલ બિહાર વિધાનસભાની ચૂંટણી દરમ્યાન છઠ્ઠી નવેમ્બરે કોરોના સંક્રમિત થયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ત્રીજી ડિસેમ્બરે સોશિયલ મિડિયા પર જાહેર કર્યું હતું કે તેમને કોવિડ પછીની મુશ્કેલીઓ ઊભી થઈ હોવાથી તેઓ એની સારવાર કરી રહ્યા છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે હું કોવિડ19 સંક્રમિત હતો અને હવે કોવિડ પછીની મુશ્કેલીઓ માટે મેડિકલ સુપરવિઝન  હેઠળ છું. ફેંફસાંના ચેપને લીધે મને ડોક્ટરોએ સલાહ આપી છે કે હું મુલાકાતીઓ સાથે વધુ વાત ના કરું. રિકવરીમાં સમય લાગી શકે છે. તમારી શુભેચ્છાઓ અને ચિંતાઓ બદલ આભાર. એક વાર હું સ્વસ્થ થઈશ એ પછી હું બધાને મળીશ.

કોંગ્રેસના પદાધિકારીએ કહ્યું હતું કે રાજ્યસભાના સભ્ય ગોહિલે પાર્ટીના હાઇ કમાન્ડને અરજ કરી છે કે જ્યાં સુધી તેમની આરોગ્યની સ્થિતિમાં સુધારો ના થાય ત્યાં સુધી તેમને સંગઠાત્મક જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે. ગોહિલની સાથે ગુજરાત ઇન-ચાર્જ રાજીવ સાતવે પણ પક્ષપ્રમુખ સોનિયા ગાંધીને 17 નવેમ્બરે ઓગસ્ટમાં રચાયેલી ખાસ પેનલમાંથી ચૂંટણીની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.

અન્ય એક કોંગ્રેસના પદાધિકારીએ કહ્યું હતું કે પાર્ટીના નેતૃત્વએ મહા સચિવ રણદીપ સૂરજેવાલાના નેતૃત્વમાં એક નવી કેન્દ્રીય ટીમ બનાવીને બિહાર ચૂંટણીની જવાબદારી સોંપતાં ગોહિલને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરવામાં આવ્યા હતા.