રિક્ષા-ટેક્સીનું મિનિમમ ભાડું વધશે? મંગળવારે નિર્ણય

મુંબઈઃ મુંબઈવાસીઓના ખિસ્સા પર કાપ મૂકાવાની સંભાવના છે. શહેરના ઓટોરિક્ષા અને ટેક્સી ચાલકો એમની પરિવહન સેવા માટે મિનિમમ ભાડું વધારવા સતત જોર લગાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ભાડું વધારવા દેવામાં આવ્યું નથી તેમજ હાલ કોરોના વાઈરસ ફેલાવાને કારણે આર્થિક નુકસાન ગયું હોવાથી તેઓ રિક્ષા-ટેક્સીનું ભાડું વધારવા આગ્રહ કરી રહ્યા છે.

રિક્ષા-ટેક્સીચાલક સંગઠને શહેરના પરિવહન વિભાગને પ્રસ્તાવ મોકલ્યો છે. તે મુજબ રિક્ષાભાડામાં ઓછામાં ઓછા 2 રૂપિયા અને ટેક્સીભાડામાં ઓછામાં ઓછા 3 રૂપિયા વધારવાની માગણી મૂકવામાં આવી છે. આ પ્રસ્તાવ પર આવતીકાલે મુંબઈ મહાનગર પ્રદેશ પરિવહન ઓથોરિટી (મુંબઈ મેટ્રોપોલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી)ની બેઠકમાં ચર્ચા કરાય એવી ધારણા છે. હાલ મુંબઈમાં ઓટોરિક્ષા પ્રવાસ માટે મિનિમમ ભાડું 18 રૂપિયા છે જ્યારે ટેક્સીનું 22 રૂપિયા છે. તેથી જો ભાડાવધારાની એમની માગણીનો સ્વીકાર કરાશે તો લઘુત્તમ રિક્ષાભાડું 20 રૂપિયા થશે અને ટેક્સીનું લઘુત્તમ ભાડું 25 રૂપિયા થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]