તેંડુલકરના મિત્ર, સાથીક્રિકેટર વિજય શિર્કે(57)નું કોરોનાથી નિધન

મુંબઈઃ મુંબઈની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વિજય શિર્કેનું કોરોના વાઈરસ બીમારીને કારણે નિધન થયું છે. એ 57 વર્ષના હતા. શિર્કે ભૂતકાળમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સચીન તેંડુલકર અને ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી સાથે રમ્યા હતા. એ તેંડુલકર અને કાંબલીના નિકટના મિત્ર પણ હતા. શિર્કે મુંબઈની પડોશના કલ્યાણ શહેરમાં જન્મ્યા હતા અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનની અન્ડર-17 સમર કેમ્પમાં થાણે શહેરની ટીમના કોચ હતા.

80ના દાયકાના અંતભાગમાં વિજય શિર્કે સનગ્રેસ મફતલાલ ટીમ વતી રમ્યા હતા. કાંબલીએ શિર્કેના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ‘એમના નિધનથી મને અંગત રીતે મોટું નુકસાન ગયું છે. મેં અને તેંડુલકરે 1988માં સ્કૂલ લેવલની સ્પર્ધા હેરિસ શિલ્ડમાં વર્લ્ડ રેકોર્ડ ભાગીદારી કરી હતી ત્યારબાદ સનગ્રેસ મફતલાલ કંપનીએ અમને ‘અપનાવ્યા હતા’ અને ત્યાં જ શિર્કે સાથે અમારી મિત્રતા બંધાઈ હતી. એ નેચરલ આઉટસ્વિંગ બોલર હતા. હું શિર્કે સાથે અવારનવાર સંપર્કમાં રહેતો હતો, પણ છેલ્લા અમુક દિવસોથી એમના મેસેજ આવવાનું બંધ થઈ ગયું હતું.’ ગયા ઓક્ટોબર મહિનામાં પણ તેંડુલકરે એનો એક અન્ય ગાઠ મિત્ર કોરોના બીમારીને કારણે ગુમાવ્યો હતો, એમનું નામ હતું અવી કદમ.

Salil Ankola Facebook Post

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]