નવી દિલ્હીઃ સતત એક સપ્તાહ સુધી ચાલેલા વિઘ્ન બાદ સોમવારે સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે લોકસભાની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા અંગે સહમતી બની છે. તેને કારણે જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક, 2026 પર મંગળવારથી ચર્ચા કરવાનો માર્ગ મોકળો થયો છે.
આ ઘટનાક્રમ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે આપેલા રાજીનામાના બે દિવસ બાદ સામે આવ્યો. તેમણે NEET (UG) પ્રશ્નપત્ર લીક મામલે CJPના નેતૃત્વ હેઠળ એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. આ ચર્ચાઓનું નેતૃત્વ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને સરકારના ફ્લોર મેનેજરોએ કર્યું હતું. જોકે વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી કથિત પોલીસ કાર્યવાહી સામે વિરોધ પક્ષના હંગામાને કારણે સંસદનાં બંને ગૃહોની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી.
પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે સહમતી
ગઈ કાલ સાંજ સુધી બંને પક્ષો આ બાબતે સહમત થયા કે જાહેર પરીક્ષાઓ (અનુચિત સાધનોની રોકથામ) સુધારા વિધેયક, 2026 પર મંગળવારે ચર્ચા કરવામાં આવશે. ચર્ચા દરમિયાન સાંસદો પહેલા પોતાનાં સુધારા સૂચનો રજૂ કરશે, ત્યાર બાદ સરકાર તેનો જવાબ આપશે.
સોમવારે લોકસભામાં શું બન્યું?
સોમવારની શરૂઆત વિરોધ પક્ષના સાંસદોના સંસદના મકર દ્વાર ખાતેના વિરોધ પ્રદર્શનથી થઈ હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને INDIA ગઠબંધનના અન્ય પક્ષોના સાંસદો સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. લોકસભામાં પ્રશ્નકાળ શરૂ થતાં જ વિરોધ પક્ષના સાંસદો ગૃહના વેલમાં પહોંચી ગયા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસે આ મુદ્દે નિવેદન આપવાની માગ કરવા લાગ્યા હતા.
NDAની સાપ્તાહિક ‘મંગલ મિલન’ બેઠક
આજે NDAની સાપ્તાહિક ‘મંગલ મિલન’ બેઠક યોજાવાની છે, જેમાં NDAના તમામ ઘટક પક્ષો ભાગ લેશે. બેઠક અંગે બાગી TMC સાંસદ અને NCPI નેતા કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું હતું, “હા, હું જઈ રહી છું. બેઠક થવા દો, પછી આપણે વાત કરીશું.




