નવી દિલ્હીઃ વંદે માતરમ્ મુદ્દે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ સુપ્રીમ કોર્ટના વકીલ શુભ શર્માએ 16 ઓગસ્ટે દિલ્હીના આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદ 15 ઓગસ્ટે કોંગ્રેસ મુખ્યાલયમાં યોજાયેલા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમને લઈને કરવામાં આવી છે.
વંદે માતરમ્ દરમિયાન સોનિયા ગાંધીએ કર્યો હતો ઈશારો
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ‘વંદે માતરમ્’ દરમિયાન સોનિયા ગાંધીએ એવા ઈશારા કર્યા હતા, જેના પરથી ગીત આગળ ચાલુ રાખવા સામે વાંધો હોવાનો સંકેત મળતો હતો. ફરિયાદમાં રાહુલ ગાંધીના એક વિડિયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ કથિત રીતે એવું કહેતા જોવા મળે છે કે આપણે વંદે માતરમ્ ગાઈ રહ્યા નથી.
જવાબદાર લોકો સામે કાર્યવાહીની માગ
ફરિયાદકર્તાએ બંને નેતાઓ વિરુદ્ધ તપાસ કરીને FIR નોંધવાની માગ કરી છે. ફરિયાદમાં રાષ્ટ્રગીતના ગાનને જાણી જોઈને રોકવા અથવા કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા સંબંધિત કાયદાકીય જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શુભ શર્માએ પોલીસ પાસે મામલાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
તપાસ ચાલી રહી છે: DCP સેન્ટ્રલ
આ ફરિયાદ અંગે DCP સેન્ટ્રલનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ 2026એ કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન વંદે માતરમ્ ગાન વખતે બનેલી કથિત ઘટના અંગેની ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે.
This single video has stripped away the carefully cultivated veneer of congeniality and exposed something far more troubling.
The impulse to disrupt or diminish Vande Mataram, a song that stirred generations of freedom fighters and became one of the most powerful expressions of… pic.twitter.com/Zz3hFAqYk9
— Amit Malviya (@amitmalviya) August 16, 2026
ભાજપ યુવા મોરચાએ પણ કોંગ્રેસ નેતાઓ સામે ફરિયાદ કરી
બીજી તરફ ભાજપ યુવા મોરચાની ઓડિશા એકમે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન વંદે માતરમના કથિત અપમાનને લઈને રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ખારવેલ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કોંગ્રેસે આપી સફાઈ
બીજી તરફ, કોંગ્રેસે આ આરોપોને ફગાવી દીધા છે. પાર્ટીએ કહ્યું હતું કે રાષ્ટ્રગીત રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. કોંગ્રેસના જણાવ્યાનુસાર સોનિયા ગાંધી માત્ર ખડગે માટે ખુરશી માગી રહ્યા હતા, કારણ કે તેઓ કેટલાક સમયથી ઊભાં હતાં.






