નવી દિલ્હીઃ ઓડિશા સરકારે જણાવ્યું હતું કે ધોરણ એકથી 8 સુધીનાં પાઠ્યપુસ્તકોમાં 1741 ભૂલો મળી આવી હતી અને તેમની છપાઈ તથા પ્રકાશન પાછળ 175 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદૌસના એક સવાલના લેખિત જવાબમાં રાજ્યના શાળા અને શિક્ષણ મંત્રી નિત્યાનંદ ગોંડે જણાવ્યું હતું કે અલગ-અલગ શાળાનાં પાઠ્યપુસ્તકોમાં કુલ 1075 વ્યાકરણ, ટાઇપિંગ અને જોડણીની ભૂલો ઉપરાંત પાંચ તથ્યાત્મક ભૂલો મળી આવી હતી.
આ ઉપરાંત નિત્યાનંદ ગોંડે જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકોને વધુ સારી બનાવવા માટે 661 સૂચનો મળ્યાં હતાં. મંત્રીએ આપેલા આંકડા અનુસાર ધોરણ આઠના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં 294 ભૂલો, ધોરણ 7ના ઉર્દૂના પાઠ્યપુસ્તકમાં 121, ધોરણ આઠના સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં 114, ધોરણ છના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં 98 અને ધોરણ 7ના સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં 92 ભૂલો મળી આવી હતી. તેમણે જણાવ્યું હત0AC1 કે પાઠ્યપુસ્તકોની સુધારેલી આવૃત્તિમાં આવી તમામ ભૂલો સુધારવા માટે પગલાં લેવામાં આવ્યાં છે.
STORY | BJD youth wing marches to Odisha Assembly seeking minister’s resignation over textbook error
Hundreds of youths and students from across Odisha on Wednesday joined the BJD’s ‘assembly gherao’ agitation here, demanding the resignation of School and Mass Education… pic.twitter.com/4CUnbUPjAp
— Press Trust of India (@PTI_News) September 23, 2026
શિક્ષણ મંત્રીએ શું કહ્યું?
શિક્ષણ મંત્રી નિત્યાનંદ ગોંડે આગળ જણાવ્યું હતું કે આગામી પાઠ્યપુસ્તકોમાં આવી ભૂલો ફરી ન થાય તે માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરતી વખતે વિષય અને ભાષાના નિષ્ણાતો દ્વારા તથ્ય ચકાસણી જેવી ખાસ પ્રક્રિયાઓ અપનાવવામાં આવી છે. ભૂલમુક્ત પુસ્તકો છાપીને વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે ડિરેક્ટોરેટ ઓફ ટીચર એજ્યુકેશન અને સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (TE&SCERT)ને પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને કાઉન્સિલ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર પુસ્તકો છાપવામાં આવ્યાં હતાં. મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો અને તે સમયના ડિરેક્ટર તથા ત્રણ સહાયક ડિરેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય છ સહાયક ડિરેક્ટરો સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.






