RIL-એજીએમઃ મુકેશ અંબાણી 5G-શુભારંભની વિગતો કદાચ જાહેર કરે

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 45મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) આવતીકાલે બપોરે 2 વાગ્યે અહીં યોજાશે. આ સતત ત્રીજા વર્ષે કંપનીની એજીએમ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે. ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી શેરહોલ્ડરોને સંબોધિત કરશે તથા કંપનીના બોર્ડ પરના અન્ય સભ્યો પણ સંબોધન કરે અને રજૂઆતો કરે એવી ધારણા છે.

ઈન્વેસ્ટરો તથા વિશ્લેષકોનું માનવું છે કે આ મીટિંગમાં મુકેશ અંબાણી કેટલીક મોટી-મહત્ત્વની જાહેરાતો કરે એવી ધારણા છે. 2020માં રિલાયન્સ ગ્રુપે ગૂગલને માઈનોરિટી ઈન્વેસ્ટર તરીકે સામેલ કરવાની જાહેરાત કરી હતી. 2021માં આ ગ્રુપે ગ્રીન એનર્જી ક્ષેત્રે પ્રવેશની જાહેરાત કરી હતી. તો આ વખતે ચેરમેન 5G ટેક્નોલોજી સેવાના શુભારંભની જાહેરાત કરે એવી ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]