બજારમાં તેજીની સિક્સરઃ સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ બંધ

અમદાવાદઃ વૈશ્વિક સારા સંકેતો, કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામો અને ડોલરમાં નરમાઈને લીધે સપ્તાહના પ્રારંભે સેન્સેક્સે સિક્સર મારી હતી. સતત છઠ્ઠા સેશનમાં શેરબજારોમાં તેજીની આગેકૂચ રહી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સે 51,500ની પાર 51,523ની ઊંચાઈએ પહોંચ્યો હતો. નિફ્ટીએ 15,100ની સપાટી પાર નીકળ્યો હતો. સેન્સેક્સ 617 પોઇન્ટની ઊછળી 51,349ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 192 પોઇન્ટ ઊછળી 15,116ના સ્તરે બંધ આવ્યો હતો.

બજેટ પછી સેન્સેક્સમાં આશરે 5200 પોઈન્ટની અને નિફ્ટીમાં 1700 પોઇન્ટની તેજી થઈ હતી. અમેરિકામાં રાહત પેકેજની આશાએ સેન્ટિમેન્ટમાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજીનું માનસ હતું. નિફ્ટી બેન્ક સતત આઠમા સ્તરે વધીને 35,980ને પાર પહોંચ્યો હતો.

મૂડીઝે પાવર ક્ષેત્રનું આઉટલૂક વધાર્યું છે. મૂડીઝે પાવર સેક્ટરનું આઉટલૂક નેગેટિવથી સ્ટેબલ કર્યું છે. BEML,મિશ્ર ધાતુ, ગાર્ડન શિપબિલ્ડર્સમાં સરકારી હિસ્સો વેચાશે, જેથી શેરમાં 4થી નવ ટકાનો ઉછાળો આવ્યો હતો.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ફેબ્રુઆરીના પહેલા પાંચ સેશનમાં ડેટ માર્કેટ સહિત ભારતીય બજારોમાં રૂ. 12,266 કરોડનું મૂડીરોકાણ કર્યું છે, જ્યારે જાન્યુઆરીમાં તેમણે 14,549 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું.  બજારમાં સિમેન્ટ, ઓટો, મેટલ, આઇટી રિયલ્ટી પીએસયુ બેન્ક શેરોમાં તેજી થઈ હતી.

ચાલુ વર્ષે રોકાણકારોની સંપત્તિ 14.5 લાખ કરોડનો વધારો થયો હતો. ચાલુ વર્ષે અત્યાર સુધી શેરબજારે આઠ ટકા વળતર આપ્યું છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઇમ ઊંચાઈ પહોંચ્યા હતા.