મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં એક દિવસ નરમાશ રહ્યા બાદ ફરીથી તેજીનો પવન ફૂંકાયો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.72 ટકા (752 પોઇન્ટ) વધીને 44,547 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 43,795 ખૂલ્યા બાદ 45,037ની ઉપલી અને 43,380ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના બીએનબી સિવાયના તમામ ઘટકો વધ્યા હતા. 8.63 ટકા વૃદ્ધિ સાથે પોલીગોન ટોચનો વધેલો કોઇન હતો. સોલાના, યુનિસ્વોપ અને ચેઇનલિંક 5થી 6 ટકાની રેન્જમાં વધ્યા હતા.
દરમિયાન, ક્રીપ્ટો ઉદ્યોગ માટે નિયમનકારી માળખું ઘડનારા દેશોમાં હવે કેન્યા પણ સામેલ થયું છે. દેશના સંસદસભ્યોએ બ્લોકચેઇન એસોસિયેશન ઓફ કેન્યાને વર્ચ્યુઅલ સર્વિસ પ્રોવાઇડર્સ બિલ ઘડવાનું કહ્યું છે. બીજી બાજુ, યુએઈની કેન્દ્રીય બેન્કે તથા અન્ય નિયમનકારોએ વર્ચ્યુઅલ એસેટ્સ સર્વિસ પ્રોવાઇડર્સ માટે નવી સંયુક્ત માર્ગદર્શિકા જાહેર કરી છે.